મોરબીના બંધુનગર પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સો પકડાયા
SHARE
મોરબીના બંધુનગર પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સો પકડાયા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસેથી પસાર થયેલા જુદા-જુદા બે શખ્સોને પોલીસે ચેક કરતા તે બન્ને શખ્સો પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને બિયરને કબ્જે કરીને હાલમાં બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ઈટાલકા સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે રૂા.૧૮૭૫ ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં રહીમ ઉર્ફે રજાક હાજીભાઇ ચિંચોદરા જાતે ઘાંચી રહે.મોરબી વાવડી રોડ ક્રિષ્નાપાર્ક વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઇને આવ્યો હતો હતો..? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.તેમજ બંધુનગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલા એક શખ્સને પોલીસે અટકાવીને ચેક કરતા તેની પાસેથી બીયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતના બિયરના ટીન કબ્જે કરીને વૈંકટેશન બલ્લુસ્વામી ચટીયાર (ઉમર ૩૩) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.નવા જાંબુડીયા વાડીનાથ કોમ્પલેક્ષ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલા બીયર તે ક્યાંથી લઇને આવ્યો હતો..? તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઘવાયેલ દંપતી સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કુબેરનગરની શેરી નંબર-૩ માં રહેતા જયંતીભાઈ કરશનભાઈ સુરાણી (૫૪) અને તેમના પત્ની મધુબેન જયંતીભાઈ (૫૦) બંને બાઈકમાં બેસીને મોટી બરાર ગામ પાસેથી જતા હતા ત્યારે મોટી બરાર પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ માળીયા પોલીસ મથકનો હોય ત્યાં બનાવ સંદર્ભે જાણ કરી હતી.જ્યારે ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામના વતની રંજનબેન નાનુભાઈ કાસેલા નામની ૪૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા દરમિયાનમાં કલ્યાણપુર અને કોંઢ ગામની વચ્ચે તેઓનું બાઇક પણ સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા રંજનબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.