મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધા ૨૯મી એપ્રિલે યોજાશે


SHARE













મોરબી જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધા ૨૯મી એપ્રિલે યોજાશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં MR(મનોદિવ્યાંગ), OH(અસ્થિવિષયક દિવ્યાંગ), Blind(અંધજન), HI(ડેફ) ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવેલ છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૨૯/૦૪/૨૦૨૨ના રોજ શ્રીમહાત્મા ગાંધી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય,જોધપર(નદી) તા.જિ.મોરબી ખાતે થશે, જે પણ સ્પર્ધકે ભાગ લીધેલ હોય તે સ્પર્ધક તા. ૨૯/૦૪/૨૦૨૨ના સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ.નાકિયા (મો.૯૭૧૪૯૦૪૬૬૯) નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.








Latest News