માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મુનનગરમાં બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવનાર બે શખ્સની ધરપકડ


SHARE

















મોરબીના મુનનગરમાં બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવનાર બે શખ્સની ધરપકડ

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ની પાછળના ભાગમાં આવેલ મૂનનગર ચોક પાસે થોડા દિવસો પહેલા એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ગોડાઉનમાં જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવવા આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૨૫.૫૦ લાખથી વધુની રકમનો મુદામાલ કબજે કર્યો હતો દરમ્યાન કેસ્ટ્રોલ કંપનીના કર્મચારી દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઇ અને વિશ્વાસઘાતની બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે
.


મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાલઘર ખાતે રહેતા સચીન તાનાજી દેસાઇ જાતે. મરાઠા (ઉ.૪૨)એ મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર જાતે લુવાણા (ઉ.૩૭) ૧૦૨- શીવ હેરીટેઝ-બી આર.ડી.સી.બેન્ક નજીક રવાપર રોડ મોરબી તેમજ અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા જાતે પટેલ (ઉ.૩૧) રહે. રવાપર ધુનડા રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ ચોથા માળે બ્લોક નં. ૪૦૪ મોરબી વાળાની સામે ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, બંને આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરીયાદીની કેસ્ટ્રોલ કંપની તેમજ બીજી અન્ય નામાંકિત કંપનીઓના ઓટોમોબાઇલ્સમાં વપરાતા એન્જીન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીકલ, બેઇઝ ઓઇલ, ગુલાબનું પરફ્યુમ વિગેરે રો-મટીરીયલની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઓઇલ બનાવી ડુપ્લીકેટ ઓઇલ, રો-મટીરીયલ, તેમજ ઓઇલ

બનાવવના સાધનો વિગેરે મળી જે તે વખતે કુલ ૨૫,૫૦,૯૯૫ ના મુદામાલ સાથે મળી આવ્યા હતા અને ભેળસેળ યુકત બનાવેલ ઓઇલના ડબાઓ ઉપર કેસ્ટોલ કંપની તથા અન્ય કંપનીના ઓઇલ ડબાઓ,પાઉચ જેવા ડબ્બાઓ તૈયાર કરી તેની ઉપર કંપની લગાવે છે તેવા સ્ટીકરો તથા ટ્રેડમાર્ક લગાવ્યા હતા અને ભેળસેળ યુકત ઓઇલ બજારમાં વેચાણ કરી ફરીયાદી તથા અન્ય કંપનીઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડયુ છે અને જુદીજુદી કંપનીઓ સાથે ઠગાઇ વિશ્ર્વાસઘાત કરેલ છે જેથી પોલીસે આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૨, ૪૮૫, ૪૮૬, ૪૮૯, ૧૧૪ તથા કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩, ૬૫ તથા ટ્રેડ માર્ક એક્ટ ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર જાતે લુવાણા (ઉ.૩૭) ૧૦૨- શીવ હેરીટેઝ-બી આર.ડી.સી.બેન્ક નજીક રવાપર રોડ મોરબી તેમજ અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા જાતે પટેલ (ઉ.૩૧) રહે. રવાપર ધુનડા રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ ચોથા માળે બ્લોક નં.૪૦૪ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર જુની કુબેર ટોકિસ પાછળના ભાગમાં આવેલ મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીમાં ત્યાં રહેતા દિલીપ કરસનભાઈ કુડેચા નામના ૫૦ વર્ષીય આધેડને ઇજાઓ થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જયારે હળવદના પાંડાતીરથ ગામના રહેવાસી ફરીન સલીમભાઈ લોલાડીયા નામના ૧૯ વર્ષીય યુવાને તેની વાડીએ કોઈ કારણોસર ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.




Latest News