માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ
મોરબીમાં બહેનની સગાઈની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી પથ્થરના છૂટા ઘા કરાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650612933.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં બહેનની સગાઈની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી પથ્થરના છૂટા ઘા કરાયા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં રહેતા રહેતા ચંદ્રેશભાઇ નંદલાલભાઇ સોનગ્રા નામના ૨૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર લીધા બાદ તેણે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે જયંતિ દાનાભાઇ અને દાનાભાઈ રહે.બંને ગણેશનગર તેમજ મોરબીના વાવડી રોડ ઉપરની કારીયા સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ અને પ્રકાશભાઇ એમ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં રહેતા જેન્તીભાઈએ ફરીયાદી ચંદ્રેશભાઇને તેની બહેનની સગાઇ પોતાના સાળા જીગ્નેશ સાથે કરવા માટે વાતચીત કરી હતી જે બાબતે તેઓ બે-ત્રણ વખત વાતચીત કરવા માટે ચંદ્રેશભાઇના ઘરે પણ આવ્યા હતો જોકે ચંદ્રેશભાઇએ આ સગાઇ માટે ના પાડી હતી કારણ કે ચંદ્રેશભાઇ પોતાની બહેનની સગાઇ જીગ્નેશ સાથે કરવા માંગતા ન હોય સગાઇ બાબતે ના પાડતાં ઝઘડો થયો હતો અને બોલાચાલી બાદ જીગ્નેશે ચંદ્રેશભાઈને માથામાં પાઈપ ફટકારી દેતાં ચંદ્રેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઝઘડા દરમિયાન ઉપરોક્ત ચારેય શખ્સોએ ચંદ્રેશભાઇના ઘર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.હાલ ચંદ્રેશભાઇ સોનગ્રાની ફરિયાદ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે જયંતીભાઈ, દાનાભાઈ, જીગ્નેશભાઈ અને પ્રકાશભાઇ એમ ચાર ઇસમો વિરુદ્ધ કલમ ૩૨, ૩૨૪, ૩૩૭, ૫૦૪ અને ૧૧૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જેની આગળની તજવીજ એ ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા ચલાવી રહ્યા છે.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા મૂર્તિલાલ મોહનલાલ નામના ૪૫ વર્ષીય યુવાનને કંડલા બાઈપાસ ઓવરબ્રીજની પાસે રવિરાજ ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો છે.બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસે નોંધ અંગે નોંધ કરીને બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળાની પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં રફાળેશ્વર ગામે રહેતા પ્રાણકૃષ્ણ જેના નામના ૫૮ વર્ષીય આધેડને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)