મોરબીમાં બહેનની સગાઈની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી પથ્થરના છૂટા ઘા કરાયા
મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ લીવર ડેમેજ થતાં રાજકોટ લઇ જતાં સમયે રસ્તામાં જ યુવાનનું મોત
SHARE









મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ લીવર ડેમેજ થતાં રાજકોટ લઇ જતાં સમયે રસ્તામાં જ યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસે ગત રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઇને જતા યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં તેને લીવરનો ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેથી કરીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ગોકુલ હોસ્પિટલ લઇ જવાયો હતો જે દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોય તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુમાં બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ધરમપુર ગામે રહેતો મહેન્દ્રસિંહ રવિન્દ્રસિંહ તોમર (ઉમર ૨૧) નામનો યુવાન ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નાસ્તો લઈને ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં ધરમપુર-વેજીટેબલ રોડ ઉપર સ્મશાન સામે આવેલ યુનીક સ્કુલની પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને તેના પેટના લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવા માટે જણાવવામાં આવ્યું હતું.જેથી તેને સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યાં પહોંચતા દરમિયાન રસ્તામાં જ યુવાનનું પ્રણપંખેરૂ ઉડી ગયું હતું અને તેનું મોત નિપજ્યા તોમર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
વધુમાં તપાસ ચલાવી રહેલા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહેન્દ્રસિંહ તોમર અપરિણીત હતો અને ત્રણ ભાઈઓ છે તેમના પિતા ગ્રીનચોક વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને વર્ષોથી મોરબી નજીકના ધરમપુર ગામમાં રહે છે.મૃતક સહીત ત્રણેય ભાઈઓ કુરિયરમાં ડીલેવરી બોય તરીકે કામ કરતા હતા અને ગઈકાલ રાત્રીના તે નવેક વાગ્યે કામ ઉપરથી પરત નાસ્તો લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં વેજીટેબલ રોડ ઉપર યુનિટ સ્કૂલ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે રાજકોટ લઇ જવાતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલા સ્મશાનના પાછળના ભાગે રહેતા અબુભાઈ હુસેનભાઇ જંગીયા નામના ૨૪ વર્ષીય યુવાને પોતાના છાતીના ભાગે જાતે છરી વડે ઈજા પહોંચાડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે અબુભાઈને શીળસ ઉપડી હોય છાતીના ભાગે અસહ્ય ખંજવાળ આવતા તેણે છરી વડે છાતીમાં ખંજવાળવા કોશિશ કરી હતી જોકે તેને છરીનો ઘા છાતીના ભાગે લાગી જતા ઈજાઓ પહોંચતા અબુભાઇને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો..!
