મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ લીવર ડેમેજ થતાં રાજકોટ લઇ જતાં સમયે રસ્તામાં જ યુવાનનું મોત
મોરબી નજીકના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650613011.png)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી નજીકના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખેવારીયા ગામે મોડી રાતના જાહેરમાં જુગાર રમવામાં આવતો હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસે રેડ કરીને જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોની ધરપકડ કરી હતી.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત રાત્રીના મોરબી નજીક નવલખી હાઇવે ઉપરના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી જેને આધારે ત્યાં રેડ કરવામાં આવતા ખેવારીયા ગામના ભગીરથ બાપાલાલ જાડેજા, અલ્પેશ ભગવાનજી વડાવીયા, ગોરધન અવચર રાજપરા, રાજેશ જેઠા પ્રજાપતિ અને રજનીકાંત હસુ વ્યાસ નામના પાંચ ઈસમો જાબેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય રોકડા રૂપિયા ૨૮,૮૬૦ સાથે પાંચેય પતાપ્રેમીઓની ધરપકડ કરી જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલની પાછળ આવેલ વિપુલનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન શંકરભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષિય આધેડ મહિલા પોતાના ઘરની પાસે દિવાલ ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજાઓ પહોંચતા રમીલાબેન રાઠોડને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા મીંયાણાનો રહેવાસી રફીક કરીમભાઈ કટીયા નામનો ૨૪ વર્ષીય યુવાન માળીયા નજીક બાઇકમાંથી પડી જતા તેને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
બાઈક સાથે આખલો અથડાતા યુવાન ઇજાગ્રસ્ત
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો સાવન ભુપેન્દ્રભાઈ પાંચોટિયા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને ઉમિયા સર્કલ તરફથી દલવાડી ચોકડી બાજુ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈક સાથે આખલો અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઇજાઓ થતાં સાવન પાંચોટિયાને અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે સામખિયાળી નજીક રહેતા વિરેન્દ્ર દુર્ગેશભાઇ માંજી નામના ૩૫ વર્ષીય યુવાનને સામખયારી પાસે આવેલા ગ્રીન સી નામના કારખાના પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)