મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ
SHARE









મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ
મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અને સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧ માં વ્રજ હોસ્પિટલ સામે આવેલ બ્રાહ્મણ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જેમાં મહાઆરતી સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી તેમજ ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ બે મિનિટનું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવું પ્રમુખ ઈશ્વરભાઈ એમ. રાઠોડની યાદીમાં જણાવ્યું છે.
