મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો

ટંકારામાં વ્યાજખોરોના પાપે થોડા સમય પહેલા વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેની સાહી હજુ તો સુકાઈ નથી ત્યાં સિરામીક ટાઇલ્સના વેપાર સાથે જોડાયેલા યુવાને ૧૦ ટકાના વ્યાજે બે શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા તેની સામે તોતિંગ વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રાએ ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા જાતે બોરિચા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.








Latest News