મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ માટે જરૂરી ઠરાવ તાત્કાલિક કરવા સીએમને કરી રજૂઆત


SHARE













મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ માટે જરૂરી ઠરાવ તાત્કાલિક કરવા સીએમને કરી રજૂઆત

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે કે, ૨૦૨૦ માં માજી આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવામાં આવેલ છે. તેવી જાહેરાત કરવામાં આવેલ હતી  ત્યાર બાદ પેટા ચુંટણીમાં લોકોએ ભા.જ.પ.ના કોંગ્રેસમાંથી આયાત થયેલા  ઉમેદવારને મત આપીને ચુંટીને વિધાન સભામાં મોકલેલ હતા. અને એપ્રિલ મહિનાની તા. ૨.૪.૨૦૨૦ ના રોજ કોલેજનું સંચાલન  કરવા માટે પ્રાઇવેટ પાર્ટીઓ પાસેથી ઓફરો મગાવવામાં આવેલ હતી. જેની જાણ થતા સરકારી મેડીકલ કોલેજ કરવા માટે યોગ્ય કરવા રજૂઆત કરી હતી

ત્યાર બાદ તા. ૨૯-૦૩-૨૦૨૦ નો ઠરાવ કરેલ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, મોરબીની ગ્રીન ફિલ્ડ કોલેજ તાપી જીલ્લાના વ્યારા ખાતે બદલવામાં આવેલ છે. અને મોરબીમાં બ્રાઉન ફિલ્ડ કોલેજ બનાવવામાં આવશે. જેનો વિરોધ કરવામાં આવેલ છે ત્યારે ભા.જ.પ. ના આગેવાનોને ભય પેદા થતા તેઓ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને રજુઆતો કરેલ હતી અને બાદમાં જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા લોકોને એવો સંદેશ આપવામાં આવેલ કે, સરકારી કોલેજ જ બનશે, અને સરકારમાં કોલેજ બિલ્ડીંગ તેમજ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર  બનાવવા માટેના ટેન્ડરો બહાર પાડવાની વાતો કરેલ છે જો કે, આ બધું નાટકથી વધુ કઈ નથી તેવું મોરબીની જનતા માને  છે. તેવી વાતો લોકોમાં થાય છે. ત્યારે સરકાર સંચાલિત સરકારી મેડીકલ કોલેજ કરવાની હોય તો તાત્કાલિક આ માટેના ઠરાવો કરીને બહાર પાડવામાં આવે તેવી માંગ કરી છે અને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યામાર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે








Latest News