મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઇટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત


SHARE













મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઇટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત

મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ત્યારે દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે.અને  મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે. તેટલા દસ્તાવેજોના ઓનલાઈન ટોકન મળી શકતા ન હોય મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલમાં આશરે ૧૨ દિવસ જેટલું વેઇટિંગ થઈ ગયેલ છે. જેથી વકીલોને તથા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણકે બેંક તરફથી લોનનો ચેક ઇસ્યુ થાય ત્યાંથી વ્યાજની ગણતરી શરૂ થઇ જતી હોય છે. જ્યારે સરકારમાં નોંધણી ફીની ઓનલાઇન રકમ ભર્યા બાદ દસ્તાવેજ કે મોર્ગેજ કરવામાં ૧૨ થી ૧૫ દિવસ રાહ જોવી પડે છે.

જેથી દસ્તાવેજોની સમયસર નોંધણી થઈ શકતી ન હોય લોકોના આર્થિક શેડ્યુલ ખોરવાઈ જાય છે. માટે દસ્તાવેજની નોંધણી સત્વરે થાય તે માટે બે દસ્તાવેજ વચ્ચેનો સમય ૧૦ મિનિટમાંથી ઘટાડી ૫ મિનિટ કરવા અથવા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય સાંજે ૫-૦૦ ને બદલે ૬-૦૦ નો કરવા માંગ કરી છે. અને આ બાબતે રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાના કહેવા મુજબ જો આ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસ્તાવેજના ટોકન મેળવવામાં ૧૫ થી ૨૦ દિવસનું વેઇટિંગ થતાં વાર નહીં લાગે અને આ સમસ્યાને નિવારવા માટે નોંધણી નિરીક્ષક ગાંધીનગરની કચેરીને હાલમાં રજુઆત કરવામાં આવેલ છે.








Latest News