મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો


SHARE









માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો

માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના કેસમાં આરોપીઓની ધરપકડ થયેલ હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં તરઘરી ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

આ અંગે આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ)ના જણાવ્યા પ્રમાણે ગત તા. ૨૬/૨/૧૭ ના રોજ માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગામના મનિષાબેન લાલજીભાઈએ પોતાના ઘેર શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરીને આપઘાત કરેલ હતો જેથી મનિષાબેનની માતાએ તેના પતિ છગન ઉર્ફે ભાવેશ કાનજીભાઈ ચૌહાણ તથા મનિષાબેનના સાસુ વિજયાબેન સામે માળીયામીયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે આઈપીસી કલમ ૪૯૮, ૩૦૬, ૧૧૪ મુજબ ફરિયાદ લઇ અને તપાસ આદરી હતી અને તપાસના અંતે માળીયામીયાણા પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું અને મનિષાબેનને મરણોન્મુખ નિવેદનમાં પતિ તથા સાસુનાં ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું જે કેસ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી જતાં આરોપી છગનભાઈ તથા વિજયાબેન તરફે વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ) તેમજ મહેનાજબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઇને કોર્ટે બંને આરોપીઓનો નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો આ કેસમાં આરોપીઓ તરફેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ ઓઝા અને મહેનાજબેન પરમાર રોકાયેલા હતા






Latest News