માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો
માળીયા (મી)ના વર્ષામેડી અગર વિસ્તારમાં દવા, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ કરાયું
SHARE
માળીયા (મી)ના વર્ષામેડી અગર વિસ્તારમાં દવા, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ કરાયું
મોરબી જીલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ, આરોગ્ય શાખા, અગરીયા હિતરક્ષક મંચ, માળિયા આઇસીડીએસ વિભાગ, આમરણ મોબાઈલ હેલ્થ યુનિટ અને વર્ષામેડી આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે વર્ષામેડી અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા વર્ષામેડી અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયો, બહેનો અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયા, વર્ષામેડી આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી ભારતીબેન, દિવ્યાબેન તેમજ આમરણ મોબાઈલ હેલ્થ યુનિટના મિહિરભાઈ ગોસાઈ સહભાગી બન્યા હતા.