મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણાં
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં પૂર્વ છાત્ર સંમેલન-૨૦૨૨ માં યોજાયું
SHARE
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં પૂર્વ છાત્ર સંમેલન-૨૦૨૨ માં યોજાયું
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ એટલે કે પૂર્વ છાત્રનું સંમેલન યોજાયું હતું ત્યારે અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસિયાએ કહ્યું કે પૂર્વ છાત્રએ વિદ્યાલયની મૂડી છે અને તમે આગળ જતાં આ વિદ્યાલય માટે તમે શું યોગદાન આપી શકોએનો વિચાર કરી સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી એવું જીવન જીવજો. અન્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એમ.એમ. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રણજીતભાઇ કાલરીયાએ માતૃશક્તિને બિરદાવી પૂર્વ છાત્રની શિશુમંદિર પ્રત્યેની લાગણી જોઈ અભિભૂત થયા અને કહ્યું કે, આ પ્રકારના શિશુમંદિરો ભવિષ્યમાં રાષ્ટ્રનું નિર્માણ કરશે અને વિશ્વમાં સુખ શાંતિની સ્થાપના કરશે ત્યારે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ બાબુભાઈ અઘારા, પૂર્વ વ્યવસ્થાપક જયેશભાઈ દવે, વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટીયા, પ્રધાનાચાર્ય કુંદનબેન ચારોલા, નિયામક સુનીલભાઈ પરમાર, અન્ય વ્યવસ્થાપકો અને તમામ વિભાગના પ્રધાનાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ બાળપણમાં સહજ રીતે ભણેલ આધ્યાત્મિક સોપાનોને ખૂબ યાદ કર્યા અને વ્યવસાયમાં એ આધ્યાત્મને કારણે આગળ છે ડોક્ટર, એન્જીનીયર, ફિલ્મમેકર, ઉદ્યોગપતિ આ પ્રકારના પૂર્વ છાત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાલય અને ગુરુજનો પ્રત્યેનું ઋણ વ્યક્ત કર્યું હતું આ કાર્યક્રમમાં ૨૦૦ પૂર્વ છાત્રો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા