માળીયા (મી)ના વર્ષામેડી અગર વિસ્તારમાં દવા, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ કરાયું
વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો
SHARE









વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા યુવાને વાંકાનેરના માર્કેટ ચોકમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું તે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયા જાતે કોળી (ઉમર ૩૧) એ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ક્યૂ ૨૨૩૩ વાંકાનેર શહેરમાં આવેલ શાક માર્કેટ ચોક પાસે મણિકણીવાળી શેરીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થયા બાબતે લાલજીભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી શોહિલખાન ઉર્ફે કારો કેશરખાન આફરેડી જાતે પઠાણ (૨૭) રહે. નવજીવન સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે
