મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી


SHARE













હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી

મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તેની ચોરી કરવામાં આવી હોવાની જે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે તે ત્રણેય શખ્સોની સામે હાલમાં વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલા બે મોબાઈલ ટાવરમાંથી કુલ મળીને ૪૮ બેટરી બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા૯/૧ થી ૩૦/૩ સુધીના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના બે મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના કુલ મળીને ૪૮ સેલ જેની કિંમત કુલ મળીને ૪૮ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય શખ્સોની સામે બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી








Latest News