મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના પીપળીયા ચોકડી નજીક છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













માળીયા (મિં.) ના પીપળીયા ચોકડી નજીક છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી નજીકની પીપળીયા ચોકડીથી નાના દહીંસરા તરફ જતા રસ્તે ગત મોડીરાત્રીના બાઇક સવાર યુવાનને છકડો રીક્ષાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું હતું.યુવાન મોડીરાત્રીના કામ પતાવીને પોતાના ઘેર જતો હતો તે દરમિયાન ઉપરોક્ત ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

મોરબીની પીપળીયા ચોકડીથી નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી બાઈક લઇને પરત ઘરે જતા ભરત નારણભાઇ વાઘેલા (ઉમર ૩૩) રહે.બગસરા તા.માળીયા(મિં.) ને છકડો રીક્ષાના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં માળીયાના બગસરા ગામના બાઈકચાલક ભરતભાઇ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.વધુમાં મળતી માહિતી મુજબ પીપળીયા ચોકડીથી આગળ નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી ગતરાત્રે બગસરા ગામનો ભરતભાઈ નારણભાઈ વાઘેલા પોતાનું બાઈક નંબર GJ 36 D 1455 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને છકડો રીક્ષા નંબર GJ 36 O 6524 વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જોકે સારવાર દરમિયાન બાઈક ચાલક ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે તપાસ ચલાવી રહેલા ભોજરાજસિંહના જણાવ્યા પ્રમાણે મૃતક ભરતભાઈ વાઘેલા મોડીરાત્રીના કામ ઉપરથી પરત ઘરે જતા હતા ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પીપળીયા ચોકડીથી નીના દહીંસરા જતા રસ્તે ઉપરોક્ત ગોઝારો અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં ભરતભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના ભાઈ પ્રતાપભાઈ નાનુભાઈ વાઘેલા (૪૫)ની ફરિયાદ લઈને પોલીસે રિક્ષા ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના નેસડા ગામનો રહેવાસી રોહિત ગણેશભાઈ રાજકોટીયા નામનો ૨૦ વર્ષીય યુવાન ટંકારા નજીકથી મોટર સાયકલમાં જતો હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં તેનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતાં ઈજાગ્રસ્ત રોહિત રાજકોટીયાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ધાંગધ્રાના ચુલી ગામે રહેતા મહેશભાઈ પરમાર તેમની ૧૦ વર્ષીય બાળકી દિવ્યાને બાઈકમાં બેસાડીને જતા હતા ત્યારે હળવદ બાયપાસ ઉપર તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલ દિવ્યાને સારવારમાં મોરબી ખસેડવામાં આવી હતી.

દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન નજીક આવેલા હીરાણા ગામના રહેવાસી સજ્જનબેન રમેશભાઈ મેર નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.તેમજ સુરજબારી ટોલ નાકા પાસે અજાણી કારની હડફેટે ચડી જતા અકબરભાઈ અબ્દુલભાઈ રહે.ટીકર તાલુકો હળવદ જી.મોરબીને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

ફિનાઇલ પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ પાસે આવેલા અમરાપર ગામના વતની મધુબેન મહિપતભાઇ સારદિયા નામની ૨૦ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ મથકના મેરૂભાઈ રોજાસરાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે થાન પોલીસને બનાવની જાણ કરી હતી








Latest News