વાંકાનેરમાં ફૂટપાથ ઉપર મોટરસાયકલ ચડી જતાં ફંગોળાઈ ગયેલા વૃદ્ધનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650948847.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરમાં ફૂટપાથ ઉપર મોટરસાયકલ ચડી જતાં ફંગોળાઈ ગયેલા વૃદ્ધનું મોત
વાંકાનેર નજીક અમરસિંહજી હાઇસ્કુલ પાસેથી પસાર થઈ ગયેલા વૃદ્ધનું મોટરસાયકલ ફૂટપાથ ઉપર ચડી ગયું હતું જેથી કરીને ફંગોળાઈ ગયેલા વૃદ્ધને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું માટે હાલ મૃતકના દીકરાની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આંબેડકર નગર શેરી નંબર ૪ માં રહેતા નાથાભાઈ રાણાભાઈ ગેડિયા (ઉંમર ૭૨) પોતાનું મોટરસાયકલ નં. જીજે ૩ ઈઇ ૨૬૧૩ લઈને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર અમરસિંહજી હાઇસ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેણે પોતાના મોટરસાયકલના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.જેથી કરીને તેનું મોટરસાયકલ રોડ સાઈડમાં બનાવવામાં આવેલ ફુટપાથ ઉપર ચઢી ગયું હતું અને ત્યારે ફંગોળાઈ ગયેલા નાથાભાઈ રાણાભાઈ ગેડિયાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજ્યું હતું.આ બનાવમાં મૃતક વૃદ્ધના દિકરા ગૌતમભાઈ નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૭) રહે.આંબેડકરનગર શેરી નંબર ૪ વાળાની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા પાસે આવેલા વિજયનગરમાં રહેતા શરીફાબેન હનીફભાઈ સુમરા નામની ૩૯ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી તે દરમિયાન બાઇકમાંથી નીચે પટકાતા તેણીને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા પ્રવિણ પરસોતમભાઇ સાગઠીયા નામના ૧૮ વર્ષીય યુવાનને સામાકાંઠે કેસરબાગ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરાના કુલીનગર શેરી નંબર ૨ માં રહેતા શેરઅલી હૈદરઅલી જામ નામનો ૨૫ વર્ષીય યુવાન કોઈ અકળ કારણોસર પેટ્રોલ પી જતાં તેને સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતાએ તપાસ કરતા ખુલ્યુ હતુ કે શેરઅલી પોતાના બાઈકમાં નળી વડે પેટ્રોલ કાઢી રહ્યો હતો ત્યારે પેટ્રોલ ખેંચવા નળી મોં માં નાંખી પેટ્રોલ ખેંચતા પેટ્રોલ મોં માં જતા તેની અસર થવાથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)