માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા
મોરબીના ઘૂટું ગામે મકાનમાંથી દાગીના અને રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી
SHARE









મોરબીના ઘૂટું ગામે મકાનમાંથી દાગીના અને રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી
મોરબીના ઘૂંટુ ગામે રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જુના ઘુટુ ગામે રહેતા અને કડીયાકામના કોન્ટ્રાકટ રાખતા પ્રવિણભાઇ કરસનભાઈ ઝાલા (ઉમર ૩૭) ના મકાનની અંદર અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તા ૨૬/૪ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને ૨૭/૪ ના સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તિજોરીમાં રાખેલા રોકડા ૮૫,૦૦૦, બે સોનાની વીંટી જેની કિંમત ૭૪૩૦૦ એક સોનાનો ચેન જેની કિંમત ૨૭૦૨૦ અને ચાંદીના બે સાંકડા ૮૯૩૦ આમ કુલ મળીને ૧,૯૫,૨૫૦ રૂપિયાના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે
