માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ
મોરબીના જાંબુડીયા ગામે આવેલ કારખાનાના ગોડાઉનમાંથી ૪.૬૪ લાખની ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી
SHARE









મોરબીના જાંબુડીયા ગામે આવેલ કારખાનાના ગોડાઉનમાંથી ૪.૬૪ લાખની ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી
મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ બંધ પડેલા કારખાના ગોડાઉનની અંદર સ્લેબ ટાઇલ્સનો જથ્થો મૂકવામાં આવ્યો હતો જે અજાણ્યા આઇસરની અંદર ભરીને કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવી છે અને આરોપીઓ ૪.૬૪ લાખની સ્લેબ ટાઇલ્સ ચોરી ગયા હોય પોલીસે બે અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના ઘુટુ ગામ પાસે છોટે સરદાર પાર્કની અંદર રહેતા ધવલભાઇ અશોકભાઈ કૈલા જાતે પટેલ (ઉમર ૨૪)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણ્યા આઇસરના ચાલક અને બાઈક ચાલક આમ કુલ મળીને બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ કોમેટ સીરામીક નામનું કારખાનું બંધ છે તેની એવિયાના સિરામિકનું ગોડાઉન આવેલ છે જેમાં સ્લેબ ટાઇલ્સનો પ્રીમિયમ તથા એસટીડી માલ મૂકવામાં આવ્યો હતો અને સ્લેબ ટાઇલ્સ કુલ મળીને ૪૭૬ મૂકી હતી જે એક સ્લેબ ટાઇલ્સની કિંમત ૯૭૫ રૂપિયા છે આવી ૪૭૬ સ્લેબ ટાઇલ્સની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને ૪.૬૪ લાખના મુદ્દામાલની અજાણ્યા આઇસરમાં ભરીને બે શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
