માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ
મોરબી તાલુકામાં બાઇક ચોરીના પકડાયેલ શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
SHARE
મોરબી તાલુકામાં બાઇક ચોરીના પકડાયેલ શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
મોરબી તાલુકાની હદમાં ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે તાલુકા વિસ્તારમાં ચોરીમાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે
મોરબી તાલુકા પોલીસની હદમાં ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સ સામે પીઆઇ વિરલ પટેલ દ્વારા પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેથી કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસ મંજૂર કરવામાં આવેલ અને વોરંટ ઇસ્યુ થયેલ હતી જે પાસા વોરંટની બજવણી કરીને પોલીસે આરોપી મુકેશભાઇ ધુડાભાઇ ડાભી (ઉ.૨૩) રહે. નવાગામ તાલુકો થાનગઢ વાળાની ધરપકડ કરીને તેને લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોકલી આપેલ છે એટીઆર ઉલેખનીય છે કે, આ શખ્સ મોટર સાયકલ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હતો