મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટની માથાકૂટમાં યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE













મોરબીમાં ક્રિકેટની માથાકૂટમાં યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

વર્ષ ૨૦૧૭ માં મોરબીમાં ક્રિકેટની માથાકૂટમાં યુવાનની છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલે રજૂ કરેલા આધાર અને પુરાવાને ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે

મોરબીના સબ જેલ પાછળ રહેતા અખ્તરભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચનો દીકરો એજાજ (૧૮) તા.૨૨/૧/૧૭ ના રોજ રાત્રે ઘરેથી જમીને બહાર ગયો હતો અને ગુમ થઈ ગયો હતો જેથી તેના પિતાએ ગુમશૂધા ફરિયાદ કરી હતી અને બીજા દિવસે એટલે કે ૨૩ ના રોજ એજાજની હત્યા કરેલી  લાશ મળી આવી હતી. જેથી મૃતકના પિતાની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે હત્યારા શાહરુખ શબીર બ્લોચ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર કાયદેસરની કાર્યવાહી કરી હતી અને એજાજ સાથે ક્રિકેટ રમવાની માથાકૂટનો ખાર રાખીને તેને સજ્જનપર ઘુનડા જતા રોડ ઉપર ખેતરમાં લઈ જઈને છરીના ૬૭ જેટલા ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી આ કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં જજ એ.ડી. ઓઝા સમક્ષ મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલ દલીલો, ૩૮ દસ્તાવેજી પુરાવા અને ૩૨ મૌખિક પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપી શાહરુખ શબીર બ્લોચને આજીવન કેદની  સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે અને અન્ય સગીર જે આ ગુનામાં આરોપીની સાથે હતો તેની ટ્રાયલ હાલ જુવાઇનલ કોર્ટમાં ચાલી રહી છે. જેનો ચુકાદો આવ્યો નથી 








Latest News