મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ ચૂકવવા આદેશ

મોરબીમાં હાથ ઉછીનાં રૂપિયા આપ્યા હતા જેની સામે તેને રૂપિયાના વળતર પેટે ૪ લાખની રકમનો ચેક આપવામાં આવ્યો હતો જે ચેક બાઉન્સ થયો હતો જેથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને આ કેસમાં કોર્ટે આરોપીને દોષી ગણીને એક વર્ષની કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે

મોરબીની ગોપાલ સોસાયટીમાં રહેતા સાગરકુમાર જયંતિભાઇ પટેલે મોરબીના શકત શનાળા પાસે આવેલ નંદની એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહેતા બકુલભાઈ રવજીભાઇ રાસમીયાને ૪ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ અનેક વખત રૂપિયા માટે ઉઘરાણી કરી હતી જો કે, પૈસા આપ્યા ના હતા અને બકુલભાઈએ તા.૧૩/૦૧/૨૦૨૧ ના રોજ મોરબીની આઇ.ડી.બી.આઇ. બેન્કનો ૪ લાખનો ચેક આપ્યો હતો. જે ચેકને સાગરકુમારે બેંકમાં ભરતા તે ચેક બાઉન્સ થયો હતો. જેથી સાગરકુમારે વકીલ પી.ડી માનસેતા મારફતે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબ મોરબીના ચીફ જ્યુડી. મેજી. અર્ચિત એન. વોરાની કોર્ટમાં ફોજદારી ગુનો દાખલ કર્યો હતો અને આ કેસની સુનાવણીમાં કોર્ટે આરોપી બકુલભાઈ રવજીભાઇ રાસમીયાને એક વર્ષની સજા અને આપેલા ચેકની બમણી એટલે કે ૮ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરેલ છે 








Latest News