મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ ચૂકવવા આદેશ
માળીયા (મી)ના બગસરા ગામે મીઠાના ઉત્પાદન માટે ફાળવેલ ૧૦ એકર જમીનમાં કામ કરતા યુવાનને મારી નાખવાની ધમકી
SHARE
માળીયા (મી)ના બગસરા ગામે મીઠાના ઉત્પાદન માટે ફાળવેલ ૧૦ એકર જમીનમાં કામ કરતા યુવાનને મારી નાખવાની ધમકી
માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે રહેતા એક વ્યક્તિને મીઠાના ઉત્પાદન માટે ૧૦ એકર જમીન ફાળવવામાં આવી છે અને ત્યાં પોતે મીઠાનું ઉત્પાદન કરી શકે તે માટે પાળા બનાવવાની કામગીરી કરી રહયો હતો ત્યારે માળીયામીયાણા ખાતે રહેતો જૂસબ આદમ મિયાણા સહિતના કેટલાક શખ્સો ત્યાં આવ્યા હતા અને કામ બંધ કરી દેવા માટે છરી બતાવીને ધમકાવ્યા હતા જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિએ મોરબી જિલ્લા પોલીસ વડાને આ અંગેની લેખિત અરજી કરી છે અને તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના બગસરા ગામે રહેતા વાઘેલા કિશોરભાઈ સુજાભાઈને મીઠાના ઉત્પાદન માટે ૧૦ એકર જમીન આપવાનો હુકમ કરવામાં આવેલ છે અને લીઝ એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે જેથી તેઓને મળેલ જમીન ઉપર મીઠાનું ઉત્પાદન લઇ શકે તે માટે થઈને પાળાનું બાંધકામ કરી રહ્યા હતા ત્યારે જુસબ આદમભાઈ મિયાણા છરી સાથે ત્યાં આવ્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે અજાણ્યા ૧૦ જેટલા શખ્સો પણ બગસરા ગામે અરજદારને મળેલ જમીન પાસે આવ્યા હતા અને પાળાનું કામ કરાવતો નહીં તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી અને કામ બંધ કરી દેજે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વ્યક્તિએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને પોલીસ રક્ષણની માગણી કરી છે અને તેના પરિવારને તેમજ જે જમીન ફાળવવામાં આવી છે ત્યાં કામ કરવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે