મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

ઉદ્યોગકારોના ઉહકારા: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રવિવારથી પાંચ રૂપિયાનો ભાવ વધારો!


SHARE













ઉદ્યોગકારોના ઉહકારા: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રવિવારથી પાંચ રૂપિયાનો ભાવ વધારો!

વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બની ગયું છે ત્યારે રવિવારથી ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરેલ છે જેથી કરીને ગેસના ભાવમાં કરવામાં આવેલ તોતિંગ વધારાના લીધે ઉદ્યોગકારોના ઉહકારા શરૂ થઈ ગયા છે અને આમ કારખાના ચાલુ રાખવા કે બંધ કરવા તે હવે સિરામિક ઉદ્યોગકારોને જ્સંજતું નથી

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરથી વધી ગયો હતો જો કે, ગત ઓક્ટોમ્બર માહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો તેના લીધે કેટલાક કારખાના બંધ થયા હતા અને કેટલાક કારખાનેદારો તેના ઉત્પાદનમાં કાપ મૂક્યો હતો જેથી કરીને ગેસની માંગ ઘટીને લગભગ ૪૫ લાખ કયુબિક મીટર ગેસ સુધીની થઈ ગયેલ હતી પરંતુ છેલ્લા દિવસોમાં કેટલાક નવા કારખાન કાર્યરત થવાથી તેમજ બંધ કરવામાં આવેલ યુનિટોને ચાલુ કરવામાં આવતા ફરી પછી નેચરલ ગેસની માંગ મોરબીમાં વધી ત્યારે રવિવારથી ગુજરાત ગેસ કંપની દ્વારા પાછો નેચરલ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે

અગાઉ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે ઉદ્યોગકારોને નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ પાસ ઓન કરવામાં પરસેવો છૂટી ગયો છે ત્યાં ગેસ કંપની દ્વારા પહેલી મે એટલે કે રવિવારથી ગેસના ભાવમાં તોતીંગ વઘારો કરવામા આવ્યો છે જેથી અહીના ઉદ્યોગકારોને ડોમેસ્ટીક અને ઇન્ટર નેશનલ માર્કેટમાં તસ્કવું મુશ્કેલ બની રહેશે મોરબી સિરામિક વિટ્રીફાઇડ આ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંદરિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, તા ૩૦ સુધી ગુજરાત ગેસ કંપની દ્વારા ૫૮ રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવતો હતો જે તા ૧ થી સીધો જ પાંચ રૂપિયાનો વધારો કરીને ૬૩ રૂપિયાના ભાવથી આપવામાં આવશે અને તેના ઉપર ૬ ટકા ટેક્સ લાગશે એટલે ઉદ્યોગકારોને પ્રતિ કયુબિક મીટર ગેસ ૬૬.૭૦ ના ભાવથી પડશે આ પરિસ્થિતિમાં કારખાના ચલાવવા મુશ્કેલ બની ગયા છે ત્યારે ઉદ્યોગકારોના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કેટલાક કારખાના બંધ કરવામાં આવે તેવી શક્યતા છે








Latest News