વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે
SHARE









વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે
વાંકાનેરના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. તેના માટેની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શ્રીહોલ માતાજીનો ૧૫ મો વાર્ષિક બીજ મહોત્સવ તા. ૨ ને સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ, ચંડી યજ્ઞ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે સંતો-મહંતો હાજર રહેશે અને ભક્તો માટે મહાપ્રસાદ બંને સમયમાં અવિરત ચાલુ રહેશે. જેથી આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે
જૈન સોશિયલ ગ્રુપ
મોરબીના જૈન સોશિયલ ગ્રુપના ૪૧ વર્ષ પૂરા થાય છે અને સંગિની ફોરમને ૭ વર્ષ પૂરા થાય છે જેથી કરીને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા અને સંગિની ફોરમના પ્રમુખ જીજ્ઞાબેન જે. શાહ તથા તેમની ટીમનો શપથવિધિ સમારોહ યોજાશે. અને આ કાર્યક્રમ ઉમા ટાઉનશીપ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાનાર છે જેમાં રીજીયન ચેરમેન ડો. ચેતનભાઈ વોરા ઉપસ્થિત રહેશે તે ઉપરાંત ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ મનિષભાઈ દોશી તથા રીજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ પણ હાજર રહેશે આ ઉપરાંત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાઈન્સ ક્લબ ઈન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી નિલેશભાઈ કોઠારી પણ ઉપસ્થિત રહેશે.
બોપલીયા પરિવાર
ઓમનગર (નવા ખારચીયા) ખાતે તા ૧૪ ના રોજ સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક વિધિ કરવામાં આવશે આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે કુલદીપભાઈ ભગવાનજીભાઈ બોપલીયા (બગથળા) અને તેમના પત્ની વંદનાબેન કુલદીપભાઈ બોપલીયા રહેશે. અને બપોરે ૧૧:૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૧૩ ના રોજ રાતે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે
