મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના પંચવટી ગામ પાસે અકસ્માત બાદ ઇકો કાર અગનગોળો બનતા કારમાં સૂતેલા યુપીના બે યુવાન ભડથુ


SHARE

















માળીયા (મિં.) ના પંચવટી ગામ પાસે અકસ્માત બાદ ઇકો કાર અગનગોળો બનતા કારમાં સૂતેલા યુપીના બે યુવાન ભડથુ

મોરબી માળીયા હાઈવે ઉપર પંચવટી ગામના પાટિયા પાસેથી પસાર થતી ઇકો કાર આગળના ભાગમાં જતા અજાણ્યા ટ્રકની પાછળ ભટકાઇ હતી જેથી કરીને કારમાં આગ લાગી હતી ત્યારે કારમાં બેઠેલ વ્યક્તિઓ પૈકીનાં મૂળ યુપીના રહેવાસી બે યુવાન આગમાં ભડથું થઈ ગયા હતા અને ફરિયાદી યુવાન તેમજ ડ્રાઈવરને ઈજા થઈ હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા મૂળ યુપીના યુવાને કારચાલકની સામે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાના રહેવાસી અને હાલમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર એવરેસ્ટ પાર્ક શેરી નંબર-૨ ની અંદર રહેતા અતુલભાઇ જગદીશભાઈ શર્મા જાતે તિવારી બ્રાહ્મણ (ઉંમર ૨૨) એ કાર નંબર જીજે ૩ એલબી ૪૩૮૦ ના ચાલક ગોપાલભાઈ મગનભાઇ રામાનુજ રહે. રાજકોટ વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી માળીયા હાઈવે ઉપર પંચવટી ગામના પાટિયા પાસેથી ઇકો કારના ચાલક પોતાની કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે ફરિયાદી અને તેની સાથે સંતોષકુમાર રામસિંહ પરમાર (ઉમર ૨૪) અને દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ (ઉંમર ૨૮) રહે, બંને મૂળ યુપી હાલ કાલાવાડ રોડ એવરેસ્ટ પાર્ક શેરી નંબર-૨ વાળા બેઠા હતા ત્યારે કારના ચાલક ગોપાલભાઈ મગનભાઈ રામાનુજે પોતાની કાર બેફીકરાઈથી ચલાવીને આગળના ભાગમાં જઈ રહેલા અજાણ્યા ટ્રકની પાછળ ધડાકાભેર કારને અથડાવી હતી જેથી કારચાલક ગોપાલભાઈને પોતાના પગે ઈજા થઈ હતી અને ફરિયાદી અતુલભાઇને ખભામાં ઇજા થઇ હતી જો કે, કારમાં આગ લગતા અંદર સૂતેલા સંતોષકુમાર રામસિંહ પરમાર (ઉમર ૨૪) અને દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ (ઉંમર ૨૮) કારની સાથે આગમાં ભડથું થઇ ગયા હતા જેથી કરીને તે બંનેના મોત નિપજ્યા હતા.આ બનાવમાં હાલમાં કારચાલકની સામે ગુનો નોંધીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

કારમાં નુકશાન

મોરબી કંડલા નેશનલ હાઈવે ઉપર ખીરઈ ગામના પુલ પાસે કાર ચાલક હાજીભાઇ મહમદઅલીભાઈ જેડા જાતે મિયાણા પોતાની બ્રેઝા કાર નંબર જીજે ૩૬ આર ૦૧૪૭ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૬૮૯૦ ના ચાલકે તેનું  ટ્રેલર  કારમાં અથડાવ્યું હતું જેથી કારમાં નુકસાન કર્યુ હતું માટે હાજીભાઇની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News