માળીયા (મિં.)ના પંચવટી ગામ પાસે અકસ્માત બાદ ઇકો કાર અગનગોળો બનતા કારમાં સૂતેલા યુપીના બે યુવાન ભડથુ
મોરબીમાં રામધન આશ્રમ સામે સુપરમાર્કેટમાં ચોથા માળે જુગાર રમતા ચાર જુગારી ૬૧૫૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE









મોરબીમાં રામધન આશ્રમ સામે સુપરમાર્કેટમાં ચોથા માળે જુગાર રમતા ચાર જુગારી ૬૧૫૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામધન આશ્રમ સામે આવેલ સુપરમાર્કેટમાં ચોથા માળે નવા બનતા ગેસ્ટ હાઉસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળ્યા હોય પોલીસે ૬૧૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ સામે આવેલ સુપરમાર્કેટના ચોથા માળે નવા બનતા ગેસ્ટ હાઉસમાં ધાબા ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા દેવકરણભાઇ આંબાભાઇ ભાડજા જાતે પટેલ (ઉ.૬૩), હરજીવનભાઇ છગનભાઇ સાદરીયા જાતે પટેલ (ઉ.૫૮), દેવરાજભાઇ રામજીભાઇ વીલપરા જાતે પટેલ (ઉ.૬૧) અને મનસુખભાઇ અંબારામભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉ.૫૫) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૧૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જુગારી પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કાવેરી સિરામિક પાછળ શક્તિ નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા દિલાવર ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા જાતે મિયાણા (ઉ.૪૦), જુસબ ઉર્ફે જુસો મામદભાઇ મોવર જાતે મિયાણા (ઉ.૫૨) અને જયંતિભાઇ દેવજીભાઇ શ્રીમાળી જાતે અનુજાતી (ઉ.૪૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૯૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
