મોરબીના ગાળા ગામે કુંડારિયા પરિવાર દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)ના ખીરાઈ પાસે ટ્રેલરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો
SHARE









માળીયા (મી)ના ખીરાઈ પાસે ટ્રેલરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ખીરાઈ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતુ ત્યારે ટ્રેલર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલકને ઇજાઓ થઇ હતી તથા બાઈકની પાછળના ભાગમાં બેઠેલા યુવાનને જમણા પડખામાં અને સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના ફતેપર ટીટોડી વાંઢ વિસ્તારની અંદર રહેતા હૈદરભાઈ સુમારભાઈ જામ (ઉંમર ૨૧) એ હાલમાં મોરબી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર આરજે ૯ જીડી ૨૫૧૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ ગગાભાઈ સુમારભાઈ જામ (ઉંમર ૧૯) અને સોહિલભાઈ બાઈક નં જીજે ૧ એફજે ૨૬૯૨ લઈને મોરબી માળીયા હાઈવે ઉપર ખીરઈ ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે અડફેટે લીધું હતું જેથી બાઇક ચાલક સોહિલભાઈને શરીરે ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ગગાભાઈ સુમારભાઈ જામને જમણા પડખા અને જમણા સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
