વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દબદબાભેર પરશુરામ જન્મોત્સવ ઉજવાયો : મંત્રી મેરજા સહીતનાઓની ઉપસ્થિતી


SHARE

















મોરબીમાં દબદબાભેર પરશુરામ જન્મોત્સવ ઉજવાયો : મંત્રી મેરજા સહીતનાઓની ઉપસ્થિતી

મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્વ નિમેતે પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રામાં મોરબીના ભુદેવ પરિવારો બોહળી સંખ્યામાં જોડાયા હતા.ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ગાયત્રી મંદિર વાઘપરાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.શહેરના મુખ્યમાર્ગ ઉપરથી થઈને શોભાયાત્રા પરશુરામ ધામ નવલખી રોડ ખાતે પૂર્ણ થઇ હતી જે દરમ્યાન જીલ્લા ભાજપ પરીવારના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ કરણીસેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ સહીતનાઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતુ અને ઠેરઠેર બ્રહ્મ સમાજના લોકો તેમજ અન્ય સમાજના લોકોએ ઠંડા પીણા સહીતમા આયોજનો કર્યા હતા.

ભાજપના જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા અને તેની ટીમ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, રાજપૂત કરણીસેના તેમજ અન્ય બિન રાજકિય સંગઠનોએ શોભાયાત્રાને આવકારી હતી.પરશુરામ ધામ ખાતે મહાઆરતી તેમજ અન્નકુટ દર્શન કરી મહાપ્રસાદ યોજાયા હતા.તેમજ પરશુરામ ધામ ખાતે નીરજભાઈ ભટ્ટની સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે વરણી કરવામા આવી હતી.તેમજ દર વર્ષની જેમ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી.જેમા પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યાની, મહામંત્રી તરીકે વીહીપ આગેવાન કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દવેની વરણી કરવામાં આવી હતી જેને સૌએ હર્ષભેર આવકારી હતી.

તેમજ આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરેજા ખાસ ઉપસ્થિત રહયા હતા.તેમજ આરએસએસના અગ્રણી ડો.ભાડેશિયા, ડો.યોગેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ બ્રહ્મસમાજ આગેવાનોમાં પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો.અનિલભાઈ મેહતા, હસુભાઇ પંડયા, નલિનભાઈ ભટ્ટ, બી.કે.લેહરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, કિરણબેન ઠાકર, નિલાબેન પંડિત, દર્શનાબેન ભટ્ટ, પારુલબેન ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ મેહતા, ધ્યાનેશભાઇ રાવલ, મુકેશભાઇ જાની, ધર્મેન્દ્રભાઇ જોષી અને બ્રહ્મસમાજની તમામ પાંખના હોદ્દેદારો પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ તેમજ અન્ય પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઠેરઠેર બ્રહ્મબંધુ માટે જુદાજુદા જ્ઞાતિ સંગઠનો દ્વારા ઠંડા પીણાં તેમજ લચ્છીની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમનું સંચાલન  બ્રહ્મસમાજના જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટે કર્યુ હતું.




Latest News