મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટના માળીયા તાલુકાની ટીમ વિજેતા બની


SHARE













મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટના માળીયા તાલુકાની ટીમ વિજેતા બની

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી કુલ ૮ ટીમોએ ભાગ લીધેલ હતી અને ફાઈનલ મેચ ટંકારા અને માળીયા વચ્ચે  યોજાયેલ હતી જેમાં માળીયા તાલુકાની ટીમનો  વિજય થયો છે અને ફાઇનલ મેચ વિજેતા માળીયા તાલુકાની ટીમ અને મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ વચ્ચે ફકત ઔપચારીક મેચ યોજાયેલ હતો જેમાં જેમાં જિલ્લા પંચાયતની ટીમનો વિજય થયો હતો આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન શિક્ષકમિત્રોને પ્રોત્સાહન આપવા માટે  ખાસ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી શ્રેયાન અધિકારી પરેશભાઇ દલસાણીયા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  દીગુભા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન સોનગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી, ટીટી ભોરણીયા, ટંકારા ટીપીઓ ગળચર, માળીયા ટીપી શર્મિલાબેન, મોરબી બિરસી ચિરાગભાઈ, માળીયા બિરસી નિરંજનીભાઈ, વાંકાનેર બિરસી અબ્દુલભાઇ, ટંકારા બિરસી કલ્પેશભાઈ, સરપંચ સુખાભાઈ ડાંગરસુરેશભાઈ ડાંગર, તેમજ તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા સંઘના પ્રતિનિધિ, તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી








Latest News