મોરબી જીલ્લામાં કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોએ E-KYC કરાવી લેવું અનિર્વાય
માળીયા (મી)ના મોટા દહીસરામાં યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા
SHARE









માળીયા (મી)ના મોટા દહીસરામાં યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા
માળીયા (મી) તાલુકાના મોટા દહીસારા ગામે યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ બે શખ્સોની સામે નોંધાઈ હતી જે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા અને ૧૦૦૦૦ નો દંડ કર્યો છે.
મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના મોટા દહીસારા ગામના ઝાંપા પાસે વર્ષ ૨૦૧૬ માં મૃતક દીપકભાઇ ધીરુભાઈ મૈયડ તેના ભાઈઓ સાથે બેઠો હતો ત્યારે આરોપી હરદેવસીહ ભાવુભા જાડેજા અને દિવ્યરાજસિંહ જયુભા જાડેજાએ ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને ત્યાર બાદ હરદેવસિંહે મૃતક દિપકભાઈના બન્ને હાથ પકડીને ઉભો હતો અને આરોપી દિવ્યરાજસિંહએ પોતાની પાસે રહેલ છરી દીપકભાઈને પડખાના ભાગે જિકિ દીધી હતી અને ત્યાર બાદ બંને આરોપીઓ ભાગી ગયા હતા અને ઇજાગ્રસ્ત દીપકભાઈને સારવાર અંતે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના કાકા વસુભાઈ જેસંગભાઈ મૈયડએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જેજે એ ડી.ઓઝા સમક્ષ ચાલી જતાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી.જાની દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ ૩૨ દસ્તાવેજી અને ૨૦ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને બન્ને આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ કર્યો છે.
