મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાજકોટની નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વેચાણ


SHARE

















મોરબીમાં રવિવારે રાજકોટની નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વેચાણ

મોરબીમાં આગામી તા.૮ ને રવિવારે સવારે ૮ થી ૧ શહેરના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે મહાદેવના મંદિર પાસે રાહત ભાવે પાણીના પરબ, ચકલીના માળા, વાંસના દોરીના તેમજ માટીના વાસણો, તાવડી, પાટીયા, ફુલછોડના કુંડા, ત્થા ઠંડા પાણીના ગોરા, લાકડાના વેલણ-પાટલા, ફુલ છોડના રોપા, ચાલીસ જાતના ગુલાબ, મોગરો, ગલગોટા દરેક જાતના ફુલ છોડ, થેપલા ખાખરા પાપડ ચકરી તેમજ અથાણાં અને હરડે ચૂર્ણ સીન્ધાલુણ નમક, આમળા પાવડર હાથે ખાંડેલા દેશી ઓસડીયા દરેક જાતના બિયારણ ખાતર જીવંતિકા, ખરખોડી પાવડર અળસીયાનુ કોકોપીટ છાણનું ખાતર પ્યોર મધ વિવિધ જાતના કઠોળ દરેક વસ્તુ રાહત ભાવે મળશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.99253 69465) અથવા વી.ડી.બાલા પ્રમુખ નવરંગ નેચરલ કલબ રાજકોટ (મો.94275 63898) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

સ્પેશિયલ ટ્રેન ટિકિટોનું બુકિંગ ૭ મે થી શરૂ

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ-૨ ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને રીવા વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જણાવ્યા અનુસાર ટ્રેન રાજકોટ-રેવા પરિક્ષા સુપરફાસ્ટ સ્પેશિયલ બે ટ્રીપ ટ્રેન રાજકોટ-રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ રાજકોટ થી સોમવાર, ૯ મી મે ના રોજ ૧૧:૦૫ કલાકે ઉપડશે અને બુધવારે સવારે ૧૨:૨૦ કલાકે રીવા પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન રીવા-રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ ૭ મી મે શનિવારના રોજ ૨૨:૪૦ કલાકે રીવાથી ઉપડશે અને સોમવારે ૧૨:૪૫ કલાકે રાજકોટ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સુજલપુર, સંત હિરદારામ નગર, ભોપાલ, હોશંગાબાદ, ઈટારસી, પીપરીયા, ગાડરવારા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના જનરલ કોચ હશે.ટ્રેન રાજકોટ-રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ માટે ટિકિટનું બુકિંગ ૭ મી મે થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઐરસીટીએસ વેબસાઇટ પર શરૂ થશે.ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકંડ ક્લાસ ના જનરલ કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે.ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી

મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ ડિવિઝનની ૪ ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપેલ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ, અભિનવ જેફના જણાવ્યા અનુસાર, મોરબી-વાંકાનેર ડેમૂ, વાંકાનેર-મોરબી ડેમૂ, મોરબી-વાંકાનેર ડેમૂ, વાંકાનેર-મોરબી ડેમૂ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક-રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.




Latest News