મોરબીમાં રવિવારે રાજકોટની નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વેચાણ
મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત
SHARE









મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત
છેલ્લા ઘણા સમયથી કાગવડ ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલ રાજકીય પક્ષમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે જોકે હજુ સુધી તેમના દ્વારા કોઇ પણ પક્ષમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને છેલ્લા ઘણા દિવસોથી તેઓ નજીકના સમયમાં રાજકીય પક્ષ સાથે જોડાશે કે નહીં જોડાય તેની સ્પષ્ટતા કરશે તેવી વાતો કરી રહ્યા છે દરમિયાન કાગવડ ખોડલધામ ખાતે પટેલ બ્રાસ વાળા પરિવાર તરફથી ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, મોરબીમાં રહેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના ત્રીસથી વધુ આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ વર્તમાન રાજકીય સમીકરણ તેમજ પાટીદાર સમાજના ઉત્થાન માટેની નરેશભાઈ પટેલ સાથે ગોષ્ઠી કરી હતી તેવું જાણવા મળેલ છે
