મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત
માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
SHARE









માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરેલ છે આરોપી દારૂ કારમાં કયાથી ભરીને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે, એક સફેદ કલરની ટોયોટા કોરોલા કાર નં- જીજે ૧૦ એસી ૦૭૦૧ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી આરોપી પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયા જાતે સોની (ઉ.૨૧) રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદીર આગળ સુમંગલ પાર્ક રાજકોટ વાળો મળી આવ્યો હતો અને તેની કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૨૬૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, એન્ડ્રોઇડ મોબાઇલ અને કાર ૪,૧૯,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજાની સૂચના મુજબ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાએ કરી હતી
