મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રએ ચશ્માં સારા નથી લાગતા તેમ કહીને ઝઘડો કરી આધેડને માર્યો સારવારમાં


SHARE

















મોરબીમાં મિત્રએ ચશ્માં સારા નથી લાગતા તેમ કહીને ઝઘડો કરી આધેડને માર્યો સારવારમાં

મોરબીના સામાકાંઠે વોરાબાગની સામે આવેલા વૃંદાવનપાર્કમાં રહેતા પટેલ આધેડ મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેમના મિત્ર સાથે ચા પીતા હતા ત્યારે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને તેમાં મિત્રએ તેમને લાકડાના ધોકા વડે ફટકારતાં તેઓને સારવાર માટે લઈ જવાયા હતા.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ વોરાબાગની સામેના વૃંદાવનપાર્કમાં રહેતા અને પમ્બલરનું કામકાજ કરતા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ નામના ૫૪ વર્ષીય આધેડ શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેમના મિત્ર સાથે ચા પીવા ઊભા રહ્યા હતા અને તે દરમિયાન તેના મિત્રએ તેઁમની સાથે તેમના ચશ્મા બાબતે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.આ ચશ્મા સારા નથી લાગતા તેમ કહીને વાતચીત દરમિયાન ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઈ જઈને મિત્રએ લાકડાના ધોકા વડે મહેન્દ્રભાઇ પટેલને માર માર્યો હતો જેથી કરીને મહેન્દ્રભાઇને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પરણિતા સારવારમાં

મોરબીના લાલપર ગામે રહેતા મધુબેન જગદિશભાઈ મુછડીયા નામની ૨૮ વર્ષીય મહિલાને તેના પિતાને ત્યાં ઇન્દિરાનગર વિસ્તારમાં માથાકુટ થઇ હતી અને તે દરમિયાન તેના ભાઈ દ્વારા તેણીને પેટના નીચેના ભાગે લાત મારવામાં આવતા મધુબેન મુછડીયાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં આવેલા રામદેવપીર મંદિર પાસે રહેતા વર્ષાબેન ભરતભાઈ ચૌહાણ નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘેર પતિએ હાથના ભાગે પાઇપ ફટકારતાં ઇજાઓ થવાથી વર્ષાબેનને સારવાર માટે મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા દિલીપ રમેશભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા-મિંયાણાના નવાગામ ખાતે રહેતા ખેરૂનબેન અકબરભાઈ જેડા નામના ૮૦ વર્ષીય વૃદ્ધા ટ્રેક્ટર ઉપરથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ ટંકારાના ધ્રુવનગર (રાજાવડ) ગામના રહેવાસી ભાનુબેન રૂખડભાઈ ઝાંપડા નામની ૩૬ વર્ષીય મહિલા લજાઇ ગામના બસ સ્ટેશન પાસે હતી ત્યાં તેણીને અજાણી કારના ચાલકે હડફેટે લેતાં ઈજાગ્રસ્ત થયેલા ભાનુબેનને પણ સારવારમાં ખસેડાયા હતા.




Latest News