મોરબીના લખધિરપુર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ
મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ
SHARE









મોરબીના ઉદ્યોગકારો સાથે અરવિંદ કેજરીવાલ કરશે મીટિંગ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતનાં પ્રવાશે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પણ ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે
દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગામી ૧૨/૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મિટિંગમાં હાજર રહેવા માટે મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારો સહિતના મોરબીના ઉદ્યોગકારોને કેજરીવાલ તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારોને આવવા માટે અનુરોધ કરેલ છે અને જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવા જણાવ્યુ છે તે મુજબનો સમય ઉદ્યોગકારોને આપવામાં આવશે અને ઉદ્યોગકારોએ પોતાની વિગત ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર મોકલવી આપવા માટે આમ આસામી પાર્ટીના નેતા પરેશભાઈ પારીઆએ જણાવ્યુ છે
