મોરબીમાં મિત્રએ ચશ્માં સારા નથી લાગતા તેમ કહીને ઝઘડો કરી આધેડને માર્યો સારવારમાં
મોરબીના ગોર ખીજડીયા, વનાળિયા અને માનસર સુધીનો રોડ ટકાટક બની જતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી
SHARE









મોરબીના ગોર ખીજડીયા, વનાળિયા અને માનસર સુધીનો રોડ ટકાટક બની જતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી
મોરબીના વાવડી ગામના પાટિયાથી ગોર ખીજડીયા, વનાળિયા અને માનસર સુધીનો રોડ ભંગાર હતો જેથી કરીને તેને રીપેર કરવા માટે પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય દ્વારા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જ્યંતીભાઈ પડશુંબીયાને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક આ કામ તા ૭/૫ થી શરૂ કરી દેવામાં આવેલ છે અને હાલમાં જે કામ ચાલી રહ્યું છે તેની જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જ્યંતીભાઈ પડશુંબીયા, તાલુકા પંચાયતના સભ્ય પરેશભાઈ પડશુંબીયા, ભુપતભાઇ સવસેટા, ગોકળભાઇ ચીખલીયા, વનાળિયાના સરપંચ અબુભાઈ સુમરા સહિતનાએ મુલાકાત લીધી હતી અને લોકોની રોડની સમસ્યા ઉકેલાય તે માટે કામ તાત્કાલિક કરવા બદલ આગેવાનો અને લોકોએ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જ્યંતીભાઈ પડશુંબીયાનો ગોકળભાઇ ચીખલીયા અને હેમતભાઈ દેથારીયાએ આભાર વ્યક્ત કરેલ છે
