મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકની શાખામાંથી ઉચાપત કરનાર મહિલા સહિતના બંને કર્મચારીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE

















મોરબીમાં બેંકની શાખામાંથી ઉચાપત કરનાર મહિલા સહિતના બંને કર્મચારીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના લાલપર ગામ પાસે ઇન્ડુસ્ઇન્ડ બેન્કની શાખા આવેલ છે જેમાં ગ્રાહકો દ્વારા જમા કરાવવા આવતી રકમ અને એટીએમમાં મુકવામાં આવતી રકમમાંથી નાણાકીય હેરફેરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન ૧૫ લાખની ઉચાપત હોવાનું સામે આવ્યું હતુ જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી સહિત બે આરોપીની ધરપકડ કરી હતી અને જેના રિમાન્ડ પૂરા થતાં ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

સામાન્ય રીતે બેંકમાં નાણાં મૂકી આવ્યા પછી લોકોને સલામતિનો અહેસાસ થતો હોય છે જો કે, મોરબીમાં થોડા સમય પહેલા રાજકોટ નાગરિક બેન્કના એક કર્મચારી દ્વારા ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવાં આવી હતી ત્યાર બાદ વધુ એક બેંકમાં બેન્કના જ કર્મચારી દ્વારા ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડ જાતે નાગર બ્રાહ્મણ (૪૨) રહે. જામનગર વાળાએ ફરિયાદ નોંધાવી હતી અને મોરબીના લાલપર પાસે ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર વિરુદ્ધ રૂપિયા ૧૫ લાખની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવેલ હતી. જે ગુનામાં પોલીસે હાલમાં બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (૨૯) રહે.હાલ સુમતિનાથ સોસાયટી વાવડી તા.મોરબી મૂળ રહે.ખાખરેચી માળીયા મીંયાણાની તેમજ આ ગુનામા સંડોવાયેલા બેંક કર્મચારી જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (૩૫) રહે. લાલપર રામજી મંદિર વાળી શેરી મોરબી મૂળ રહે. કોડીનાર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અગાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંનેને ફરધર રિમાન્ડની માંગણી સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે મહિલા સહિતના બંને આરોપીના વધુ બે દિવસના એટ્લે કે તા ૯ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, નેહાબેન ગજ્જરને દેણું ચૂકવવા માટે, ઘર ખર્ચ માટે અને તેઓએ લીધેલી બેંક લોન ચૂકવવા માટે એટીએમમાંથી ૧૫ લાખની ઉચાપત કરી હતી અને જીગ્નેશભાઈ માનસેતા પાસે એટીએમના પાસવર્ડ રહેતા હતા જે આપીને તેને નેહાની મદદ કરી હતી જો કે, આ ગુનામાં હજુ સુધી કોઈ રકમ રિકવર કરવામાં આવી નથી જેથી કરીને પોલીસે આરોપીઓ પાસેથી ઉચાપત કરવામાં આવેલ નાણાં રિકવર કરવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News