મોરબીમાં બેંકની શાખામાંથી ઉચાપત કરનાર મહિલા સહિતના બંને કર્મચારીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોર પિતા-પુત્ર રિમાન્ડ ઉપર
SHARE









મોરબીમાં ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોર પિતા-પુત્ર રિમાન્ડ ઉપર
મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીમાં રહેતા યુવાને ૩૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા અને તે વ્યાજ ચૂકવી આપ્યું હતું તો પણ વ્યાજખોર પિતા પુત્ર દ્વારા વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જમના એપાર્ટમેન્ટ નીચે બોલાવીને તેનું એ.ટી.એમ. કઢાવી લઇને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ટવીન ટાવર બી-વીંગ બ્લોકનં.૭૦૧ માં રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી જાતે જૈન વાણીયા (ઉ.૩૭)એ નિરવભાઇ અશોકભાઇ ગંદા અને અશોકભાઇ ગંદા રહે. બંને રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેને આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા જે વ્યાજે લીધેલ પૈસાનુ ૩૦ ઉચું વ્યાજ ચુકતે કરી આપેલ હતું તો પણ આરોપીઓ દ્વારા પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદા (૨૭) અને અશોકભાઇ વિઠ્ઠલદાસ ગંદા (૬૦) રહે. બંને રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જો કે, ભોગ બનેલા યુવાને ૩૦ ટકા ઊંચા વ્યાજે રૂપિયા શા માટે લીધા હતા તે પણ તપાસનો વિષય છે
