મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા પોલીસકર્મીનું મોત
SHARE









મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા પોલીસકર્મીનું મોત
મોરબીના બધુંનગર નજીક બાઈક સ્લીપ થતા પોલીસકર્મીને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ પરંતુ તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબી પોલીસ હેડ કવાટર્સમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા અને મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતા જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.૪૪) શનિવારે સવારે પોતાનું બાઈક લઈને વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબીના બધુંનગર ગામ પાસે પહોંચતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવેલ જો કે, ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
