મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબીના ઘુંટુ રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જૂના ઘૂંટુ રોડ ઉપર રોંગ સાઈડમાં ટ્રક આવી રહ્યો હતો ત્યારે ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીનાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના સિરામીક સામેના પુલ પરથી રોંગ સાઈડમાં ટ્રક આરજે ૧૪ જીએન ૬૨૩૮ પસાર થી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈક જીજે ૩૬ જે ૮૬૦૮ ને હડફેટે લીધું હતું અને યુવાન ઉપર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી ગયા હતા જેથી ઘટનાસ્થળે જ વૈભવ ઉર્ફે કેયુર દલસુખભાઈ દલસાણીયા (૩૦) રહે. હાલ સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીના મારુતિનંદન એપાર્ટમેન્ટ મૂળ રહે. જાપોદળ તાલુકો વંથલી વાળાનું મૃત્યુ નીપજયું હતું અને ત્યારે સ્થળ ઉપર લોકોએ ટ્રકના ચાલક અને ક્લિનરની સરભરા કરીને પોલીસ હવાલે કર્યા હતા આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈ રોનકભાઇ દલસુખભાઇ દલસાણીયા જાતે-પટેલ (ઉ.૨૯)ની ફરિયાદ લઈને ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માત

મોરબી માળીયા હાઈવે ઉપર નાગડાવસ ગામના પાટિયા પાસે આવેલ દેવ પ્લાઝા નજીક વનરાજભાઈ માવજીભાઈ ડાંગર જાતે આહીર (ઉંમર ૨૯) રહે. નવા નાગડાવાસ વાળા સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એએફ ૦૩૩૫ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૬૬૬૮ ના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં ચલાવીને કાર સાથે અથડાયું હતું જેથી કરીને ફરિયાદીને માથામાં અને બંને પગે ઈજાઓ થઈ હતી અને વાહનમાં પણ નુકસાન થયું હતું જોકે, અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઇને નાસી ગયેલ હતો જેથી ભોગ બનેલા યુવાનને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News