મોરબીના ઘુંટુ રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીમાં વૃદ્ધને જમીનનું ખોટું સોદાખત કરી આપીને સાડા ત્રણ કરોડની છેતરપિંડી: મહિલા સહિત આઠ સામે ફરિયાદ
SHARE









મોરબીમાં વૃદ્ધને જમીનનું ખોટું સોદાખત કરી આપીને સાડા ત્રણ કરોડની છેતરપિંડી: મહિલા સહિત આઠ સામે ફરિયાદ
મોરબી શહેરના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સરવે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેની સાથે સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આશાપુરા ટાવરમાં આવેલ વકીલ સહદેવસિંહની ઓફિસ ખાતે ખોટું સોદાખત બનાવીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જે ફરિયાદમાં ભોગ બનેલા વૃદ્ધે જણાવ્યું છે કે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકિકત જણાવી આરોપી અંબારામભાઇ પટેલ, ચુનીલાલ દલવાડી, અશોકભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ જાકાસણીયાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરિયાદીને ખોટા ખાતેદાર તરીકે કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ એમ બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદીને જમીન વેચાણ આપવાનુ કહીને રૂપીયા સાડા ત્રણ કરોડ લીધા હતા અને તેની છેતરપીંડી કરેલ છે હાલમાં પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને મહિલા સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
