મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતી પરણીતાના ચરિત્ર પર શંકા કુશંકા કરીને પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ માર માર્યો


SHARE

















મોરબીના લાયન્સનગરમાં રહેતી પરણીતાના ચરિત્ર પર શંકા કુશંકા કરીને પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ માર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતી પરણીતાના ચરિત્ર પર શંકા કુશંકા કરીને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા તેને ગાળો આપીને માર મારવામાં આવતો હતો તેમજ મહિલાના પતિએ તેના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને તેને તથા તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાયન્સનાગર વિસ્તારની અંદર રહેતા અને હાલમાં ધૂળકોટ ગામે ખોડિયાર માતાજીનાં મંદિર પાસે રહેતા સોનલબેન દિલીપભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ તેના પતિ દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, સાસુ રમાબેન રમેશભાઈ ચૌહાણ, જેઠ  અજીતભાઈ રમેશભાઈ ચૌહાણ અને જેઠાણી વિજયાબેન અજીતભાઈ ચૌહાણની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ દિલીપભાઈ તેના ચરિત્ર ઉપર શંકા કુશંકા કરીને તેની સાથે અવારનવાર માથાકૂટ કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને બોલી ગાળો આપીને તેને ઢીકાપાટુનો માર મારતા હતા અને અન્ય સાહેદો પણ તેને મદદ કરતા હતા તેમજ તેના પતિએ તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ફરિયાદી મહિલા તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં બનેલી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિત ચાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૪૯૮(ક)૩૨૩, ૫૦૪, ૫૦૭, ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News