સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી રૂપિયા ૨૦ હજારની કિંમતના બાઇકની ચોરી : ફરિયાદ નોંધાય


SHARE

















મોરબીના શનાળા રોડ ઉપરથી રૂપિયા ૨૦ હજારની કિંમતના બાઇકની ચોરી : ફરિયાદ નોંધાય

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એયુ સ્મોલ ફાયનાન્સ બેંક વાળી શેરીમાંથી રૂપિયા ૨૦ હજારની કિંમતના બાઇકની ચોરી થતા ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવેલ છે.

હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડા જાતે પટેલ નામના ૨૫ વર્ષીય યુવાને એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૯-૪ ના સવારના આઠ વાગ્યાથી બપોરના બે દરમ્યાન પોતે નોકરી કરતા હોય તેઓનું બાઇક નંબર જીજે ૧૩ એફએફ ૧૧૯૧ વર્ષ ૨૦૧૧ કિંમત રૂા.૨૦ હજારનું શનાળા રોડ ઉપર આવેલ એયુ સ્મોલ ફાયનાન્સ બેંક વાળી શેરીમાં પાર્ક કર્યુ હતુ અને દરમિયાનમાં પરત આવીને જોતા કલ્પેશભાઇએ પાર્ક કરેલ તેઓનું ઉપરોક્ત નંબરનું બાઈક ત્યાં જોવા મળ્યું ન હતું અને ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી હાલ તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મથક ખાતે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.પી.રાણાએ વાહન ચોરીના બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરી તસ્કરને પકડવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

પરણિતા સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા સોનલબેન ગુલાબભાઈ પરમાર નામની ૨૩ વર્ષીય મહિલાએ બ્લેડ વડે શરીરે છરકા કરતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી અને પોલીસને આપેલા નિવેદનમાં સોનલબેને જણાવ્યું હતું કે પતિ દિલીપ રમેશભાઈ ચૌહાણ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોય તેને લઈને તેણીએ ઉપરોકત પગલુ ભર્યુ હતુ. હાલ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને મૂળ મોરબી તાલુકાનાના અમરેલી ગામના વતની રાજભાઈ ચંદુભાઇ પૈજા નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News