માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત
મોરબીમાં ડ્રેનેજના કામમાં બેદરકારી રાખતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પાલિકા રદ કર્યો
SHARE









મોરબીમાં ડ્રેનેજના કામમાં બેદરકારી રાખતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પાલિકા રદ કર્યો
મોરબી પાલિકા દ્વારા શહેરમાં સફાઈ માટે અગાઉ ખાનગી એજન્સીઓને કામ આપવામાં આવેલ જેમાં કોન્ટ્રાકટ દ્વારા બેદરકારી રાખવામા આવતી હતી જેથી તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે હાલમાં પાલિકા દ્વારા મોરબીમાં ડ્રેનેજના કામ માટે જે કામ આપવામાં આવ્યું છે તેમાં કોન્ટ્રાકટર બેરદારકારી દાખતા વઢવાણની હર્ષદિપ કન્સ્ટ્રકશન એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવેલ છે.
મોરબી પાલિકા દ્વારફા તા ૨૧/૧૦/૨૧ થી ભૂગર્ભ ગટર સફાઈ અને પમ્પીંગ સ્ટેશનની નિભાવણી અને સંચાલન માટેનો હર્ષદિપ કન્સ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જો કે, આ એજન્સી દ્વારા કામમાં બેદરકારી રાખવામા આવતી હતી જેથી પાલિકા દ્વારા એજન્સીને અગાઉ નોટીસ આપવામાંઆવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. જો કે, ત્યારે એજન્સીએ સાધનો, વાહનો અને સેફટી ગયર્સ વસાવવા અસમર્થ છે તેવો જવાબ આપેલ હતો અને આ કામનું ટેકનીકલ જ્ઞાન કે લાયકાત તે એજન્સી પાસે ન હતી જેથી શરતનો ભંગ થતા મોરબી પાલિકા દ્વારા ડ્રેનેજના કામનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને એજન્સીએ આપેલ ડીપોઝીટ જપ્ત કરી છે.
