માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂની ગુન્હામાં નવ વર્ષે આરોપી ઝડપાયો
ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લુંટના બનાવમાં બે ઇસમોને ગણતરીના કલાકોમાં એસઓજીએ મુદામાલ સાથે ઝડપી પાડયા
SHARE









ટંકારામાં થયેલ ૧.૪૧ લાખની લુંટના બનાવમાં બે ઇસમોને ગણતરીના કલાકોમાં એસઓજીએ મુદામાલ સાથે ઝડપી પાડયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામ નજીકથી બાઈકમાં જતા યુવાનના પાસે રહેલ સ્કુલબેગ જેવા થૈલાને ઝુંટવીને ૧.૪૧ લાખની બે અજાણ્યા શખ્સો લુંટ ચલાવીને ફરાર થઇ જતા ભોગ બનેલા યુવાન દ્રારા બે ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને આધારે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લા એસઓજીના સ્ટાફને મળેલ બાતમીના આધારે બે લૂંટારૂઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચોરી (લુંટ) ના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ તેથી એસઓજી પીઆઅ જે.એમ.આલ સહીતનો સ્ટાફ બનાવ અનુસંધાને પેટ્રોલીગમાં હોય દરમ્યાનમાં એસઓજીના શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ચોક્કસ બાતમીને આધારે બે ઈસમો દીવ્યેશ ભગવાનજીભાઇ હણ જાતે રબારી (ઉ.વ .૧૯) રહે.નવાગામ તા.જી.મોરબી તથા સંજયભાઇ નાથાભાઇ પડસારીય જાતે ભરવાડ (ઉ.વ .૧૯) રહે.નવાગામ તા.જી.મોરબીને ચોરીમાં ગયેલ મુદામાલ રોકડા રૂપીયા .૧,૪૧,૦૦૦ તથા બનાવમાં વપરાયેલ એક્સેસ સ્કુટર કિંમત રૂા.૩૦,૦૦૦ સાથે પકડી પાડયા હતા અને આગળની કાર્યવાહી માટે બંને આરોપી તથા મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.ઉપરોકત કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલ તથા સ્ટાફના સબળસિંહ સોલંકી, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા તથા અશ્વિનભાઇ લોખીલ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
