મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ
માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂની ગુન્હામાં નવ વર્ષે આરોપી ઝડપાયો
SHARE









માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂની ગુન્હામાં નવ વર્ષે આરોપી ઝડપાયો
માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો જે આરોપીને નવ વર્ષે રાજસ્થાન રાજયના સાંચૌર ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધેલ છે
મોરબી જિલ્લા એલસીબીની પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે , માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૩ પ્રોહી કલમ -૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પુનમા હીરારામ ભાદા બીસ્નોઇ રહે. હેમાગુડા તાલુકો સાંચૌર જી.જાલોર (રાજસ્થાન) વાળો હાલે સાંચૌર ખાતે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતો હોવાની હકિકત મળતા પોલીસ અધિક્ષકની મંજુરી મેળવી આરોપીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
