માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું
મોરબીની સાર્થક સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં બાજી મારી
SHARE









મોરબીની સાર્થક સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં બાજી મારી
મોરબી જિલ્લા લેવલે યોજાયેલ ખેલ મહાકુંભમાં સાર્થકના સિતારાઓએ સર્વોત્તમ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે. ૩૭ વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ અને ૪ વિદ્યાર્થીઓ હવે સીધા રાજ્ય કક્ષાએ રમશે. જેમા ચેસ ઇવેન્ટ જિલ્લા લેવલે દ્વિતીય ક્રમાંકે ઝાલા દ્રશ્ય (ધો.૬), એથ્લેટીક્સ ઇવેન્ટમાં જિલ્લા લેવલે કવૈયા ધાર્મિક (ધો.૧૧ કોમર્સ) ચક્રફેકમાં પ્રથમ ક્રમાંકે તેમજ તેજ વિદ્યાર્થી ઉંચીકુદમાં પણ તૃતીય ક્રમાંકે આવેલ હતો.આ ઉપરાંત મેણાત ભૂમિ (ધો.૧૧ કોમર્સ) ઊંચીકુદમાં તૃતીય ક્રમાંક પર રહી હતી. જયારે સ્કેટિંગ ઇવેન્ટમાં ૫૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક તેમજ ૧૦૦૦ મીટરમાં દ્વિતીય ક્રમાંકે નારણીયા માનવ (ધો.૯) તેમજ બેડમિન્ટન ઇવેન્ટમાં દ્વિતીય ક્રમાંકે ચૌહાણ અમુલ (ધો.૧૦), કબડ્ડી ઈવેન્ટમાં ૨ ભાઈઓ અને ૨ બહેનો મોરબી જિલ્લાની ટીમમાં પસંદગી પામેલ હોય તેઓ હવે ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.હેન્ડબોલ ઇવેન્ટમાં ૨૪ બહેનો અને ૯ ભાઈઓ મોરબી જિલ્લાની ટીમમાં પસંદગી પામીને હવે તેઓ ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ઝોન કક્ષાએ દરેક ઇવેન્ટ થઈને ટોટલ ૩૭ વિદ્યાર્થીઓ તેમજ ટોટલ ૪ બાળકોની સીધી રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ છે. શાળા પરિવાર તરફથી ઝોન કક્ષા તેમજ રાજ્ય કક્ષા માટે પસંદગી પામલે દરેક વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.

