મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવાનો  પર્યાય બનતી પી.જી.પટેલ કોલેજ


SHARE

















મોરબીમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવાનો  પર્યાય બનતી પી.જી.પટેલ કોલેજ

મોરબીની  એક એવી કોલેજ  કે જ્યાં કોઇપણ કોર્ષ હોય, કોઈપણ સેમેસ્ટર હોય કે કોઈપણ માધ્યમ હોય પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવાનો પર્યાય બનીને મોરબીના શૈક્ષણિક ફલક ઉપર પોતાનું આગવું સ્થાન જમાવનાર કોલેજ એટલે મોરબીની એકમાત્ર પી.જી.પટેલ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ બીકોમ સેમ-૧ ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજના એક સાથે આઠ-આઠ વિધાર્થીઓએ કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય ગણાતા અને પાયાના વિષય એવા એકાઉન્ટીંગ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેમાં  વિધાર્થી ભાઈઓએ પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને ઉચ્તમ સિદ્ધિ મેળવી છે જેમાં  બાવરવા અભી, દસાડીયા ઉમંગ, ગરચર રૂદ્રવ, વાઘેલીયા પૃથ્વિક, લોરિયા કિરણ, તથા વિધાર્થીની બહેનોમાં જાડેજા તેજસ્વીનીબા, મીરાણી હિતીશા, અને ઝાલરીયા દેવીએ એકાઉન્ટીંગ  વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે.તેમજ કોલેજમાં પ્રથમ નંબરે કાનાણી કવિતા, દ્વિત્ય નંબરે કક્કડ ક્રિશા તથા તૃતિય નંબરે કણઝરિયા પ્રદીપ રહ્યા હતા.આમ મોરબીની પી.જી.પટેલ કોલેજે સાબિત કરી બતાવ્યું છે કે જો વિષય નિષ્ણાંત પ્રાધ્યાપકો દ્વારા વિધાર્થીઓને પાયાનું અને પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે તો કોલેજ કક્ષાએ પણ આવા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે.આ અભૂતપૂર્વ સફળતા બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે તમામ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.




Latest News