માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું
SHARE









માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું
મોરબી જિલ્લાના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા.૧૭ ને મંગળવારના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પાટોત્સવ સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહ પણ યોજાનાર છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને હાજર રહેવા માટે આહીર સમાજના અગ્રણી એવા ઉગાભાઇ રાઠોડ, જેઠાભાઇ મયાત્રા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલની હાજરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને માજી મંત્રી જવાહરભાઇ ચાવડા પણ ત્યાં હાજર રહ્યા હતા
